Advertisement
  1. Computer Skills
  2. Media
Computers

ત્વરિત યુક્તિ: iTunes (આઈ ટયુન્સ) માં મફત માં રિંગટોન બનાવો

by
Difficulty:BeginnerLength:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

આપના iPhone (આઈ ફોન) ને અનન્ય બનાવવા માટે તમારી પાસે ઘણા વિકલ્પ છે:  તમે wallpaper (વોલપેપર-એટલે કે કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન ના મુખ્ય કે હોમ સ્ક્રીન પર મુકવામાં આવતું ચિત્ર કે છબી) તરીકે તમારા પરિવાર ની છબી રાખી શકો છો, હોમ સ્ક્રીન ને App (એપ્પ, એપ્લિકેશન નું નાનું નામ, તે કોમ્પ્યુટર કે મોબાઈલ ફોન માં કોઈ વિશિષ્ટ કામ કરવાનું સોફ્ટવેર હોય છે) આઇકોન (એપ્પ નું ચિન્હ) ના રંગ દ્વારા ગોઠવી શકો છો કે કદાચ તમારી પોતાની રિંગટોન (કોઈ નો ફોન આવે ત્યારે તે સૂચવવા પહેલેથી નક્કી કરેલો અવાજ કે જે ઘંટડી, કોઈ ગીત કે બીજો કોઈ પણ અવાજ હોઈ શકે છે) રાખી શકો છો. નિમ્નલિખિત માર્ગદર્શન ને અનુસરો અને આપ જોશો કે આપની iTunes Library (આઈ ટયુન્સ લાયબ્રેરીકે સંગ્રહ) માંથી મફત માં કોઈ પણ ગીત માંથી રિંગટોન કેવી રીતે બનાવી શકાય. પણ મહેરબાની કરીને એ Gangnam Style (ગંગનમ સ્ટાઇલ) ના રાખતા.   


પગલું ૧: તમારું ગીત પસંદ કરો


રાઈટ ક્લિક એટલે કે તમારા માઉસ ના જમણા બટન પર ક્લિક કરો અને ગેટ ઇન્ફો એટલે કે માહિતી મેળવો 

iTunes (આઈ ટયુન્સ) માં, તમને જે ગીત માંથી તમારી નવી અભિરુચિ વાળી -મનગમતી રિંગટોન બનાવવા ઇચ્છતા હોય તે ગીત પસંદ કરો. રાઈટ-ક્લિક કરો અને 'Get Info' પસંદ કરો.


પગલું ૨: Start Time (પ્રારંભ સમય) અને Stop Time (અંત સમય) નિર્ધારિત કરો 


Options એટલે કે વિકલ્પો તરફ ખુદ ને દોરી જાઓ 

એકવાર તમે info view (માહિતી દર્શન વિભાગ) માં આવી ગયા છો, તો ઉપર ના ભાગ માં આવેલા Options તરફ ચાલ્યા જાઓ અને ત્યાંથી તમારે start time (પ્રારંભ સમય) અને stop time (અંત સમય) નક્કી કરવાના છે. ગીત ને થોડું ફંફોસ્યા પછી તમને બરાબર જ્યાંથી શરુ કરવું છે તે જગ્યા શોધી કાઢો, તેના નકામા ભાગને તમે દૂર કરી શકો છો, અને OK પર ક્લિક કરો - ધ્યાન રહે કે તે ૪૦ સેકન્ડ કરતા લાંબી ના હોઈ શકે. 

યુક્તિ: જો Start Time અને Stop Time (પ્રારંભ અને અંત સમય) ના ચોસલા માં ખરા ની નિશાની ના થયેલી હોય તો તેને કરવી પડે એવી સંભાવના છે. 

પગલું ૩: AAC (એ એ સી, સંગીત ની ફાઈલ નો એક પ્રકાર) વર્ઝન એટલે કે સંસ્કરણ તૈયાર કરો 


AAC (એ એ સી) વર્ઝન એટલે કે સંસ્કરણમાં રૂપાંતરિત કરો 

હવે, ગીત પર ફરીથી રાઈટ ક્લિક કરો અને Create AAC Version (ક્રિએટ એ એ સી વર્ઝન, એ એ સી સંસ્કરણ બનાવો) પર ક્લિક કરો. આ ક્રિયા એની જાતે જ ગીત ની નકલ તૈયાર કરી લેશે અને હવે થી તમે જે ફાઈલ પર કામ કરવાના છો એ ફાઈલ બનાવશે. તમને અસલ ગીત કરતા આ ગીતમાં સમય નો ફેર ધ્યાન માં આવશે. જો તમને ગીત ને પાછું સામાન્ય કરવું હોય તો તમે અસલ ફાઈલ તરફ જવાનું પસંદ કરશો અને તેનો Start Time અને Stop Time (પ્રારંભ અને અંત સમય) દૂર કરો.


પગલું ૪: રિંગટોન માં રૂપાંતરિત કરો 


રાઈટ ક્લિક કરો અને "Show in Finder" ("શો ઈન ફાઈન્ડર", "શોધક માં દર્શાવો") પસંદ કરો 

આગળ હવે તમારે ગીત ની ફાઈલ નું સ્થાન જાણવાનું છે, અને તે કરવા માટે તમારે નવા વર્ઝન-સંસ્કરણ પર રાઈટ ક્લિક કરવું જોઈએ અને Show in Finder (શો ઈન ફાઇન્ડર, શોધક માં દર્શાવો) પસંદ કરો.


નવું AAC (એ એ સી) વર્ઝન એટલે કે સંસ્કરણ અને અસલ ગીત 

આ પ્રક્રિયા તમને .m4a extension (.એમ ફોર એ એક્સટેન્શન, એક્ટેન્શન એટલે ફાઈલ નો પ્રકાર) સાથે ગીત નું નામ આપવી જોઈએ. આપણે એને .m4r (.એમ ફોર આર) તરીકે રેનેમ એટલે કે પુન:નામકરણ કરવાનું છે કે જે 'a' ને દૂર કરીને 'r' થી બદલવા જેટલું સરળ છે. તમે સુનિશ્ચિત છો કે નહિ તેના માટે તમને એક પોપઅપ એટલે કે કોઈ વિશેષ સંદેશ, તમારા સમર્થન લેવા માટે કે કોઈ પ્રક્રિયા કરવા માટે તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થા-જે કમ્પ્યુટર વિન્ડો તરીકે દેખાશે, Use .m4r (યુસ .એમ ફોર આર, .એમ ફોર આર નો ઉપયોગ કરો) પર ક્લિક કરો.


Use .m4r (યુઝ .એમ ફોર આર, .એમ ફોર આર નો ઉપયોગ કરો) પર ક્લિક કરો 
યુક્તિ: આ Finder Window (ફાઇન્ડર વિન્ડો, શોધક વિન્ડો) ને બંધ ના કરો, કેટલીક મિનિટ માં તેની ફરી જરૂર પડશે.

પગલું ૫: AAC (એ એ સી) વર્ઝન એટલે કે સંસ્કરણ નો નિકાલ કરો 


ગીત નો નિકાલ કરો

ધ્યાન માં રહે કે તે ફાઈલ સચવાયેલી રહે 

iTunes (આઈ ટયુન્સ) માં ફરી એક વાર જાઓ, રાઈટ ક્લિક કરો અને AAC (એ એ સી) (અસલ નું ટૂંકું અને નકલ કરેલું) વર્ઝન એટલે કે સંસ્કરણ નો નિકાલ કરી દો. પોપઅપ આવે ત્યારે Delete Song (ડિલીટ સોન્ગ, ગીત ને દૂર કરો) અને Keep File (કિપ ફાઈલ, ફાઈલ ને રાખો) પર ક્લિક કરો.  


પગલું ૬: Tones (ટોન્સ, વિવિધ અવાજ) માં ઉમેરો

અંત માં, તમારે Finder (ફાઈન્ડર, શોધક) તરફ પાછું જઈ અને તમારી રિંગટોન ફાઈલ (.m4r) (.એમ ફોર આર) પર ડબલ ક્લિક-બે વખત ક્લિક કરવું જોઈએ, જે iTunes Library (આઈ ટયુન્સ લાયબ્રેરી એટલે કે સંગ્રહ) ના Tones (ટોન્સ) વિભાગ માં તે સ્વયંસંચાલિત રૂપે કોપી થઇ જવું જોઈએ.


તમારી રિંગટોન Tones (ટોન્સ) વિભાગ માં બતાવવી જોઈએ 

નિષ્કર્ષ 

તો લો આપણું કામ થઇ ગયું, તમે તમારા iTunes (આઈ ટયુન્સ) માં ના કોઈપણ સંગીત માંથી રિંગટોન બનાવી શકો છો, એ પણ મફત માં, ફક્ત કેટલાક આસાન પગલાં અનુસરી ને. હવે તમારા મિત્રો ને તમે મજાકિયા કે વિનોદી ટોન્સ થી હેરાન કરી શકો છો અને તમારા અત્યંત વ્યક્તિગત સ્વરૂપ માં ઢાળેલા ફોન ને જયારે પણ કોઈ કોલ કરે ત્યારે તેનો આનંદ માણી શકો છો.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.